Sr No. Department  
Q.

મારું રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવામાટે શું કરવું?

 
Ans.

રેશનકાર્ડ ફાટી, ખોવાઈ, બળી ગયુ હોયતો ડુપ્લીકેટ રેશનકાર્ડ મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૯ ભરી તાલુકાના એ.ટી.વી.ટી. (ATVT) સેન્ટરમાં અથવા શહેરી વિસ્તારમાં ઝોનલ કચેરીએ રજુ કરવાનું રહેશે.

Click here to Download

 
Q.

નવું બારકોર્ડેડ રેશનકાર્ડ કેવી રીતે મળી શકે?

 
Ans.

નવુંબારકોડેડ રેશનકાર્ડ મેળવવા નમુના-ર (બે) માં અરજી કરવી તથા રેશનકાર્ડમાટેના ફોર્મ ભરવામાં આપને દર્શાવ્યા મુજબની વિગતોની જરૂર પડશે, જેથી ફોર્મભરતા પહેલા તે હાથવગી રાખવી.

Click here to Download

 
Q.

નવું બારકોર્ડેડ રેશનકાર્ડ મેળવવા માટે કયા પુરાવાની જરુરીયાત રહેશે?

 
Ans.

જે લોકો પાસે હાલના રહેઠાણના સ્ળે રહે કોઇપણ પ્રકારના રેશનકાર્ડ નથી અને જેલોકો ઘણા સમયથી ગુજરાત રાજ્યમાં વસવાટ કરે છે, પરંતુ રેશનકાર્ડ ધરાવતા નથી, હવે જો તેમને રેશનકાર્ડની જરૂર હોય તો તે નમુના-ર (બે) માં અરજી કરી શકે છે.

નવા રેશનકાર્ડ માટેના ફોર્મ ભરવામાં આપને નીચે મુજબની વિગતોની જરૂર પડશે, જેથીફોર્મ ભરતા પહેલા તે હાથવગી રાખવી.

  • હયાત રેશનકાર્ડ (હોય તો) અથવા અન્ય જિલ્લાના રેશનકાર્ડમાં નામ કમી કરાવ્યાનો દાખલો
  • વિજળી બીલ, ઇન્કમટેક્ષ પાનકાર્ડ, ગ્રામ પંચાયત/ન.પા./મ.પા./ના મિલ્કલતના વેરાના બીલ, ડ્રાયવીંગ લાયસન્સ્, ટેલીફોન મોબાઇલ બીલ, ચુંટણી ઓળખપત્ર (જે સભ્યો એ ઓળખપત્રો મેળવેલા છે તે તમામ), રાંધણગેસની પાસબુક, પી.એન.જી. ગેસ વપરાશનું છેલ્લું બીલ, ખેડૂત ખાતાવહી, અથવા ગામ નમુના નં-૮-અ, નરેગાનું જોબકાર્ડ, બેંકની પાસબુક, કિસાન ક્રેડીટકાર્ડ,
  • ફોર્મમાં માંગેલ વિગતો જેવી કે નામ, સરનામું, જાતિ, કુટુંબની અન્ય વ્યેકિતનાનામ અને તેમની સાથેનો સંબંધ, અભ્યાસ, ધંધો, આવક અને અન્ય માહિતી આપેલી સુચના પ્રમાણે સ્પષ્ટ અને સુવાચ્ય અક્ષરોમાં લખવાની રહેશે. અને તેના સંબંધિત પુરાવાઓ જોડવા પડશે.
  • અરજદાર જો ભાડે રહેતા હોય તો તેમને ભાડાચિઠ્ઠી / ભાડા પહોંચનો આધાર રજુ કરવાનોરહેશે. જ્યારે મકાન પોતાની માલિકીનું હોય તેમણે મિલકતનો નંબર અને વીજ કનેકશન નંબર અચુક લખવાનો રહેશે અને છેલ્લા બીલની ઝેરોક્ષ જોડવાની રહેશે.
  • રાંધણ ગેસ કનેકશન અને પાઇપ લાઇનથી ગેસ મેળવતા ગ્રાહકોએ તેની વિગત આપવાની રહેશે.
  • જે સભ્ય ૧૮ વર્ષથી ઉપરનો હોય અને ચુટણીનું ઓળખકાર્ડ ધરાવતો હોય તો તેનો નંબર લખવાનો રહેશે. (આ વિગત આપવી ફરજીયાત છે.)
  • જો આપ કોઇપણ પ્રકારના રેશનકાર્ડ ધરાવતા ના હોય અને રેશનકાર્ડ મેળવવા માટે અરજી કરી હોય ત્યારે આપને ઓળખતા હોય તેવા હાલમાં રેશનકાર્ડ ધરાવતા હોય તેવા વ્યતક્તિની ઓળખ તથા તેમની સહી, ચુંટણી ઓળખકાર્ડ અને ડ્રાયવીંગ લાયસન્સની ઝેરોક્ષ રજુ કરવાનીરહેશે. તે વગર આપને નવું કાર્ડ આપવામાં આવશે નહિ.
  • કુટુંબના જે સભ્યોની ઉંમર ૧૫ વર્ષ કે તેથી વધુ હોય તેઓ બંને હાથની આંગળીઓના નિશાન (બાયોમેટ્રીક) આપી શકશે, તથા તેમનો ફોટો પડાવી શકશે. નવા રેશનકાર્ડ માટેનું અરજી ફોર્મ આપ જમા કરાવો ત્યારે તેની પહોંચ મેળવી સાચવવી જરૂરી છે, પછીથી આ પહોંચ રજુ કર્યેથી નવું રેશનકાર્ડ મેળવી શકશો.છે.
  • આપને ફોર્મ ભરવાને લગતી કોઈ મુશ્કેોલી હોય તોટોલ ફ્રી નંબર :- ૧૮૦૦૨૩૩ પપ૦૦પર જણાવી શકશો


 
Q.

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા શું કરવું?

 
Ans.

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાં નામ ઉમેરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૩ ભરવાનું રહેશે.

Click here to Download

 
Q.

જુનાહયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવુંબારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમના કાર્ડમાંકુટુંબના સભ્યોના નામ ઉમેરવા કે રદ કરવા માટે શું કરવું.

 
Ans.

જેકાર્ડધારકો નવું બારકોડેડ રેશનકાર્ડ ધરાવે છે અથવા તો જેમણે નવા બારકોડેડરેશનકાર્ડનું ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડમળેલ નથી તેવા તમામ રેશનકાર્ડ ધારકોએ તેમના નવા બારકોડેડ રેશનકાર્ડમાંકુટુંબના સભ્યોના નામ ઉમેરવા તેમજ કમી કરવા માટે પુરતી વિગતો સાથે અનુક્રમે નમુના નં. ૩ અને નમુના નં. ૪ મુજબની અરજી જનસુવિધા કેન્દ્ર પરથી ATVT ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે. 
Q.

ચાલુ કૌટુંબિક રેશનકાર્ડમાંથી નામ કમી કરાવવા શું કરવું?

 
Ans.

ચાલુ રેશનકાર્ડમાંથી નામ કમી કરવા માટે અરજી ફોર્મ નમુનો નં. ૪ ભરવાનું રહેશે.

Click here to Download

 
Q.

મારું રેશનકાર્ડ ટ્રાન્સફર કરાવવું છે તો મારે શું કરવું?

 
Ans.

સરકારશ્રીની નવી યોજના પ્રમાણે બારર્કોડેડ રેશન કાર્ડ ધારકને કાર્ડ બદલવાની જરુર નથી, પરંતુ માત્ર સરનામું અને તે વિસ્તારના દુકાનદારનું નામ સુધરાવવાનું રહેશે. 
Q.

બારકોર્ડેડ રેશનકાર્ડમાં કેટલી શ્રેણીઓ ઉપલબ્ધ છે?

 
Ans.

ક્રમ  કેટેગરી       કોડ

૧    એપીએલ-૧ કોડ-૧

૨    એપીએલ-૨ કોડ-૨

૩    બીપીએલ   કોડ-૩

૪    એએવાય    કોડ-૪ 
Q.

નવું બારકોડેડ રેશનકાર્ડ કઈ રીતે વિભાજનથી મેળવી શકાય?

 
Ans.

નવું બારકોડેડ રેશનકાર્ડ વિભાજનથી મેળવવા માટે અરજી ફોર્મ નમુનો નં. પ ભરવાનું રહેશે.

Click here to Download

 
Q.

જુનાહયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવુંબારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડવિભાજનથી મેળવવા શું કરવું.

 
Ans.

જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળના જનસેવા કેન્દ્રો અને શહેર વિસ્તારમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબની કાર્યવાહી કરવાની રહે છે. એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગ બારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મ માંસંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જનસુવિધા કેન્દ્ર પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે.

Click here to Download

 
Q.

જુના હયાત રેશનકાર્ડ કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે પરંતુ હજુ સુધી નવું બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી અને તે રેશનકાર્ડ ધારકોને તેમનું કાર્ડ વિભાજનથી મેળવવા શું કરવું.

 
Ans.

જુના હયાત રેશનકાર્ડ ધારકો કે જેમણે ફોર્મ નં. ૧ ભરેલ છે. પરંતુ હજુ સુધી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળેલ નથી તેવા રેશનકાર્ડ ધારકો તરફથી કુટુંબનું વિભાજન થવાને કારણે કાર્ડ વિભાજન કરી નવુ બારકોડેડ રેશનકાર્ડ મળે તે માટે તાલુકામાં મામલતદાર કચેરી હેઠળના જનસેવા કેન્દ્રો અને શહેર વિસ્તારમાં ઝોનલ કચેરી દ્વારા નીચે મુજબનીકાર્યવાહી કરવાની રહે છે. એક રેશનકાર્ડમાંથી વિભાજન કરી અલગબારકોડેડ રેશનકાર્ડ મેળવવા માટે નિયત કરેલ નમૂના નં. પ ના ફોર્મમાં સંપૂર્ણ વિગતો અને જરૂરી પુરાવાઓના બીડાણ સહિતની અરજી જન સુવિધા કેન્દ્ર પર એટીવીટી ઓપરેટરને સુપ્રત કરવાની રહેશે. 
Q.

બીપીએલ રેશનકાર્ડ મેળવવાની પાત્રતા શું છે?

 
Ans.

બીપીએલ કાર્ડ આપવા માટેના ધોરણો ગ્રામ્ય વિસ્તાર માટે અરજદારના કુટુંબની સરેરાશ માથાદીઠ માસીક આવક રૂ. ૩૨૪/-થી ઓછી હોવી જોઇએ. અને શહેરી વિસ્તાર માટે રૂ. ૫૦૧/- થી ઓછી હોવી જોઇએ. (પાંચસભ્યોનું કુટુંબ ગણતરીમાં લેવાનું)

• અરજદાર ખેતમજૂર હોવો જોઇએ.

• અરજદાર એક એકરથી ઓછી જમીન ધરાવતો હોવો જોઇએ.

• બી.પી.એલ. સર્વે મુજબ ગ્રામ વિકાસ વિભાગની યાદીમાં ૦ થી ૧૬ ગુણાંક ધરાવતાલાભાર્થીઓ કે જેઓએ ઇન્દીરા આવાસ યોજના કે બીજી આવાસ યોજના હેઠળ લાભ લીધેલ હોય તેવા બીપીએલ યાદીના લાભાર્થીઓ હોવા જોઇએ. અરજદાર કુટુંબના ભરણપોષણ માટે મજૂરકામ અર્થે સ્થળાંતર કરતો હોવો જોઇએ. 
Q.

અંત્યોદય અન્ને યોજના હેઠળ રેશનકાર્ડ મેળવવાની પાત્રતા શું છે?

 
Ans.

અંત્યોદય અન્ન્ યોજના હેઠળ આવરી લેવાના કુટુંબો નકકી કરવાના ધોરણો

• જમીન વિહોણા ખેતમજૂરો, સીમાંત ખેડૂતો, ગ્રામ્ય કારીગરો જેવા કે કુંભાર, ચામડું પકવનારા, વણકરો, લુહાર, સુથાર, ઝુપડપટ્ટીમાં રહેતા લોકો અને અવિધિસર સેકટરમાં દૈનિકધોરણે તેમનું ગુજરાન કમાતા જેવા કે માલ સમાન ઉચકનારા કુલી, રીક્ષાચાલક, હાથલારી ચલાવનારા, ફળફળાદિ અને ફુલ વેચનાર, મદારીઓ, કાગળ, વીણનારા અને વંચિત તથા આવી જ કેટેગરીમાં આવતા અન્ય ગ્રામ્ય અને શહેર વિસ્તારમાં રહેતા લોકો.

• વિધવા સંચાલિત કુટુંબો અથવા બિમાર વ્યકિતઓ/અશકત વ્યકિતઓ/૬૦ વર્ષની ઉંમરનીવ્યકિતઓ અથવા તેથી વધારે ઉંમરની વ્યકિતઓ કે જેમને જીવન નિર્વાહ માટેનું સાધન અથવાસામાજિક આધાર ન હોય.

• વિધવાઓ અથવા બિમાર વ્યકિતો અથવા અશકત વ્યકિતઓ અથવા ૬૦ વર્ષની ઉંમર કે તેથી વધારે ઉંમરની વ્યકિતઓ અથવા એકલ સ્ત્રીઓ અથવા એકલા પુરુષો કે જેમને કુટુંબ ન હોય અથવા સામાજિક આધાર ન હોય અથવા જીવન નિર્વાહ માટેનું કોઇ સાધન ન હોય.

• તમામ આદીમ આદિવાસી કુટુંબો.

• બી.પી.એલ. કાર્ડધારક એચઆઇવીગ્રસ્ત વ્યકિત

• બી.પી.એલ. કાર્ડધારક રકતપિત્તથી અસરગ્રસ્ત આ સામાજિક ન્યા‍ય અને અધિકારીતા વિભાગ હેઠળ નોંધાયેલા તમામ વિધવા, અપંગ, અશકતવ્યકિતઓ કે જેઓ બી.પી.એલ. કાર્ડ ધારકો હોય તે તમામ વ્યકિતઓ. 
Q.

 

જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ રેશનકાર્ડ ઉપર કઈ કઈ આવશ્યક ચીજવસ્તુઓ કયા પ્રમાણથી કયા ભાવથી  મળવાપાત્ર છે ?

 

 

 

  

 
Ans.

રેશનકાર્ડની કેટેગરી પ્રમાણે જાહેર વિતરણ વ્યવસ્થા હેઠળ મળવાપાત્ર આવશ્યક ચીજવસ્તુઓનું પ્રમાણ અને ભાવ સરકારશ્રી દ્વારા દર માસે વર્તમાન પત્રોમાં જાહેર કરવામાં આવે છે.નવેમ્બર-2013

Click here to Download