Sr No. Department  
Q.

મનોરંજનમાં શેનો સમાવેશ થાય છે?

 
Ans.

"મનોરંજન'' માં જે કોઈ પ્રદર્શન,પ્રયોગ,વિનોદ,રમતગમત કે સ્પોર્ટમાં  પેસા  લઈને  માણસોને  દાખલ  કરવામાં આવતા હોય તેનો અથવા  ટેલિવિઝનની બાબતમાં તેની સાથે જોડેલા કેબલ નેટવર્ક અથવા કેબલ ટેલિવિઝનવાળા કોઈપણ પ્રકારના એન્ટેનાની સહાયવાળું દર્શન,જેના  માટે વ્યકિતઓએ ફાળા  અથવા લવાજમ અથવા   ઈંન્ટોલેશન ચાર્જો અથવા જોડાણ  ચાર્જો પેટે ચુકવણી કરવી પડતી હોય તેનો  સમાવેશ   થાય છે.    

     



 
Q.

હાલમાં મનોરંજન કરનો દર શું છે અને કયાં ભરવામાં આવે છે?

 
Ans.

હાલમાં મનોરંજન કર લેવાં બાબતે નીચે મુજબની જોગવાઈ છે.

     સીનેમાં તથા વીડીયોગ્રુહનો મનોરંજન કર જે તે વિસ્તારની મામલતદાર  કચેરી તથા શહેરી વિસ્તારમાટે મામલતદાર મનોરંજન કરની કચેરીમાં મનોરંજન કર ચલણથી ભરવાની જોગવાઈ છે. ગુજરાત મનોરંજન કર અધિનિયમ ૧૯૭૭ તથા તેમાં થયેલ સુધારા મુજબ મનોરંજન કર લેવામાં આવે છે.

(૧) પ્રવર્તમાન નિયમો મુજબ ૧૫૦૦૦ થી વધુ વસ્તીવાળા વિસ્તારમાં આવેલ તમામ સિનેમાગ્રુહો એ ફરજીયાત લુઝકર ભરવાનો રહે છે. પ્રવર્તમાન નિયમ મુજબ ટીકિટદર દીઠ ૨૫% મુજબ મનોરંજન કર ભરવાનો રહે છે.

(૨) વિડીયો સિનેમા ગ્રુહ માટે ઉચ્ચકર નીચે મુજબ ભરવાની જોગવાઈ છે.  હાલ ૨૦૧૩ના સુધાર મુજબ જે વીડિયોગ્રુહ માં ટિકિટનો દર રૂપિયા.૩૦/-   થી વધુ લેવામાં આવે ત્યારે ઉચ્ચકરને બદલે લુઝકરની જોગવાઈ મુજ્બ ટીકિટદર દીઠ ૨૫% પ્રમાણે મનોરંજન કર ભરવાનો રહે છે.

                                                     ઉચ્ચકકર

          ૩૦ બેઠક સુધી                 રૂ. ૩૦૦૦/-

         ૩૧ થી ૫૦ બેઠકસુધી           રૂ. ૪૦૦૦/-

         ૫૧ થી ૭૫ બેઠકસુધી          રૂ.૫૦૦૦/-

         ૭૬ થી ૧૦૦ બેઠકસુધી         રૂ.૬૦૦૦/-

          ૧૦૧ થી ૧૨૫ બેઠકસુધી       રૂ.૮૦૦૦/-

 



 
Q.

સીનેમા સિવાયના મનોરંજન યોજવા માટે  મનોરંજન કરની  શું   જોગવાઈ  છે?

 
Ans.

૧૫-૦૯-૯૯ના જાહેરનામાંની એંન્ટ્રી નં(૩) મુજબ ઈલેકટ્રિક ડિઝલ કે  પેટ્રોલ દ્વારા મશીન ઓપરેટ કરતી રાઈડ ચાલતી હોય અને પાંચ વર્ષ  સુધીના બાળકોને ૫ રૂપિયાથી વધારે અને ચૌદ વર્ષ  ઉપરની વ્યકિતને  ૧૦ રૂપિયાથી વધારે ટિકિટ લેવાતી હોય તો હાલના પ્રવર્તમાન મનોરંજન   કર ૨૫% પ્રમાણે સરકારશ્રીમાં ભરવા પાત્ર થાય છે.



 
Q.

મનોરંજન કર માંથી કયા કયા મનોરજનને મુકિત આપેલ છે?

 
Ans.

મનોરંજન કર અધિનિયમ ૧૯૭૭ ની કલમ ૩(ક) મુજબ અનુસુચિ ૩માં  જણાવેલ નીચે મુજબના મનોરંજનને મુકિત આપવામાં આવેલ છે.

   (૧) તમામ પ્રકારના સંગીતના કાર્યક્રમો, મ્યુઝીકલ નાઈટસ અને ઓપેરા સહિત             

   (૨) તમામ પ્રકારનાં નુત્ય,

   (૩) તમામ પ્રકારનાં નાટકો અને ખેલો,

   (૪) સરકસ,

   (૫) જાદુના ખેલ,

   (૬) કઠપૂતળીના ખેલ,

   (૭) મુશાયરા અને કવિ સંમેલન,

   (૮) રાસ ગરબા,

   (૯) ભવાઈ અને રામલીલા,

   (૧૦) દુહા,મિમિક્રી,ડાયરો,

   (૧૧) લોકનાટય,

   (૧૨) કોઈપણ પ્રકારની કલા,કૌશલ્યો અને વસ્તુઓના પ્રદર્શન.

   (૧૩) તમામ પ્રકારની રમતગમતો,વોટર પાર્ક અને હોલી ડે રિસોર્ટસમાં જોગવાઈ કરેલ રમતગમતો અથવા રાઈડસ સિવાય.



 
Q.

વીડીયો લાયસંન્સ,સીનેમા લાયસંન્સ,કેબલ લાયસંન્સ કયાંથી  મળશે?

 
Ans.

વીડીયો લાયસંન્સ, - અધિક જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી,મેજીસ્ટ્રેટ શાખા સુરત       

સીનેમા લાયસંન્સ - જીલ્લા મેજીસ્ટ્રેટશ્રી,મેજીસ્ટ્રેટ શાખા સુરત

કેબલ લાયસંન્સ  - જે તે તાલુકાના મામલતદારશ્રી પાસેથી



 
Q.

હોટલ માટે રજીસ્ટ્રેશન પ્રમાણપ્રત્ર કયાંથી મળશે?

 
Ans.

સુરત શહેર વિસ્તાર માટે કલેકટરશ્રી સુરત તરફથી ગ્રામ્ય વિસ્તાર માટે સંબધિત સબ ડિવિઝનલ મેજેસ્ટ્રેટ અને નાયબ  કલેકટરશ્રી પાસેથી



 
Q.

કેબલ અને હોટલનો પ્રવર્તમાન દર અને કર ભરવાની પ્રધ્ધિત  શું છે?

 
Ans.

કેબલનો પ્રવર્તમાન દર નીચે મુજબ છે

 

મહાનગર પાલીકા અંને નગરપાલીકાના વિસ્તાર માટે

(૧) ૧૦૦ થી વધુ ન હોય તેટલા કેબલ જોડાણ

રૂ.૬૦૦/-માસિક દરે

૨) ૧૦૦ થી વધુ કેબલજોડાણ

 

રૂ.૬૦૦/-+દરેક વધારાના ૫૦ જોડાણો અથવા તેના કોઈપણ ભાગ માટે માસિક રૂ.૩૦૦/-

કેબલ અંગેનો મનોરંજન કર જે તે તાલુકાની મામલતદાર કચેરીમા ત્રીમાસિક એડવાંન્સ્ મનોરંજન કર ભરવાનો રહે છે.

  હોટ્લનો પ્રવર્તમાન દર નીચે મુજબ છે

- હોટ્લ અંગેનો મનોરંજન કર મામલતદારશ્રી, મનોરંજન કરની કચેરીમાં દર  મહિનાના એક માસ બાદ ચલણથી જમાં કરાવવાનો રહે છે હોટલમા  સુખસુવિધા કર નીચે મુજબ લેવામાં આવે છે.

(૧) રૂમ દીઠ રૂ.૫૦૦/- સુધી કોઈ મનોરંજન કર લેવાનો નથી.

(૨) રૂમ દીઠ રૂ.૫૦૦/- થી વધુ માટે ઉચ્ચકકર એવરેજ ટેરીફ ના ૪% મુજબ  મનોરંજન કર ભરવાનો રહે.

(૩) રૂમ દીઠ રૂ.૫૦૦/- થી ૨૦૦૦/- સુધી ઉચ્ચકકર એવરેજ ટેરીફ ના ૬%મુજબ મનોરંજન કર ભરવાનો રહે.

(૪) રૂમ દીઠ રૂ.૨૦૦૦/- થી વધુ માટે ઉચ્ચકકર એવરેજ ટેરીફ ના ૬% અથવા લુઝકર માટે ૧૨.૫% મુજબ કર ભરવાનો રહે. 



 
Q.

સંબધિત જીલ્લાના મનોરંજન સ્થળનું ઈંન્સ્પેકશન કોના દ્રારા હાથ ધરવામાં આવે છે.????

 
Ans.

સંબધિત જીલ્લાના નાયબ મનોરંજન કર કમિશ્નરશ્રી,નિયતઅધિકારી અને  મામલતદારશ્રી મનોરંજન કર અને મનોરંજન કર નિરિક્ષકશ્રી દ્રારા    તપાસણી થાય છે.