Sr No. Department  
Q.

મારી ખેતીની જમીન સુરત મહાનગર પાલિકા વિસ્‍તારમાં આવેલી છે તેને બીનખેતી કરાવવા કોને અરજી કરવી પડે ?

 
Ans.

સુરત મહાનગરપાલિકામાં આવેલ ખેતીની જમીનને બીનખેતી કરાવવા કલેકટર કચેરી સુરતમાં અરજી કરવી પડે



 
Q.

મારી ખેતીની જમીન સુરત શહેરી વિકાસ સત્‍તા મંડળ (સુડા) માં આવેલી છે તેને બીનખેતી કરાવવા કોને અરજી કરવી પડે ?

 
Ans.

સુરત શહેરી વિકાસ સત્‍તામંડળ (સુડા)માં આવેલ ખેતીની જમીનને બીનખેતી કરાવવા કલેકટર કચેરી સુરતમાં અરજી કરવી પડે.



 
Q.

મારી ખેતીની જમીન વિસ્‍તાર વિકાસ સત્‍તા મંડળ (હાડા) માં આવેલી છે તેને બીનખેતી કરાવવા કોને અરજી કરવી પડે ?

 
Ans.

વિસ્‍તાર વિકાસ સત્‍તા મંડળ (હાડા) માં આવેલ ખેતીની જમીનને બીનખેતી કરાવવા કલેકટર કચેરી સુરતમાં અરજી કરવી પડે.



 
Q.

મારી ખેતીની જમીન બારડોલી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલી છે તેને બીનખેતી કરાવવા કોને અરજી કરવી પડે ?

 
Ans.

બારડોલી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ખેતીની જમીનને બીનખેતી કરાવવા કલેકટર કચેરી સુરતમાં અરજી કરવી પડે.



 
Q.

મારી ખેતીની જમીનનો સમાવેશ સુડા વિસ્‍તારમાં થતો નથી પરંતુ ગ્રામ્‍ય વિસ્‍તારમાં થાય છે તો તેને બીનખેતી કરાવવા કોને અરજી કરવી પડે ?

 
Ans.

ગ્રામ્‍ય વિસ્‍તારમાં આવેલ ખેતીની જમીનને બીનખેતી કરાવવા જિલ્‍લા પંચાયત કચેરી સુરતમાં અરજી કરવી પડે.



 
Q.

હું પાંચ હજારથી ઓછી વસ્‍તી ધરાવતા ગામમાં ખેતીની જમીન ધરાવુ છું તો તેને બીનખેતી કરાવવા કોને અરજી કરવી પડે ?

 
Ans.

છેલ્‍લી વસ્‍તી ગણતરી મુજબ પાંચ હજારથી ઓછી વસ્‍તી ધરાવતા ગામમાં અને ર(બે) એકર સુધીની જમીન મર્યાદામાં સબંધિત તાલુકા પંચાયત કચેરીમાં અરજી કરવી પડે.



 
Q.

મારી ખેતીની જમીન તરસાડી તથા માંડવી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલી છે તો તેને બીનખેતી કરાવવા કોને અરજી કરવી પડે ?

 
Ans.

તરસાડી તથા માંડવી નગરપાલિકા વિસ્‍તારમાં આવેલી ખેતીની ની જમીનને બીનખેતી કરાવવા પ્રાંત અધિકારી માંડવી જી.સુરતની કચેરીમાં અરજી કરવી પડે



 
Q.

ખેતીની જમીન અંગે કઈ કલમ હેઠળ બીનખેતીની પરવાનગી મેળવવાની રહે છે?

 
Ans.

ખેતી વિષયક જમીનનો બીનખેતી ઉપયોગ કરવા અંગે જમીન મહેસુલ સંહિતાની કલમ ૬પ,૬પ-ક,૬૬ અને ૬૭ હેઠળ બીનખેતીની પરવાનગી મેળવવાની રહે છે



 
Q.

મારી ખેતીની ખુલ્‍લી જમીન છે તેને બીનખેતી કરાવવા કલેકટરેટના કયા વિભાગમાં અરજી કરવી પડે ?

 
Ans.

ખેતીની ખુલ્‍લી જમીન અંગે બીનખેતીની પરવાનગી મેળવવા જમીન મહેસુલ સંહિતાની કલમ-૬પ હેઠળ ચીટનીશ શાખાને અરજી કરવી પડે.



 
Q.

મારી ખેતીની જમીનમાં બીન પરવાનગી બાંધકામ કરેલ છે તેવા કિસ્‍સામાં કલેકટરેટના કયા વિભાગમાં અરજી કરવી પડે ?

 
Ans.

ખેતીની જમીનમાં બીન પરવાનગી બાંધકામ કરેલ હોય તેવા કિસ્‍સામાં જમીન મહેસુલ સંહિતાની કલમ-૬૬ હેઠળ બીનખેતી શાખાને અરજી કરવી પડે.



 
Q.

મારી ખેતીની જમીનમાં બીન પરવાનગી બાંધકામ કરેલ છે તેવા કિસ્‍સામાં શું પ્‍લાન મંજુરી મેળવી બીનખેતીની પરવાનગી અંગે રજુ કરવી અનિવાર્ય છે ?

 
Ans.

હા- જમીન મહેસુલ સંહિતાની કલમ-૬૬ હેઠળ બીનખેતી પરવાનગી મેળવવા અંગે સક્ષમ સત્‍તાધિશ દ્વારા સૈઘ્‍ધાતિંક રીતે મંજુર થયેલ પ્‍લાન / વિકાસ પરવાનગી મંજુરી પત્ર રજુ કરવો અનિવાર્ય છે



 
Q.

બીનખેતીની પરવાનગી મેળવવા અરજી કોની સહીથી કરવી પડે ? પાવરદારની સહીથી અરજી કરીએ તો ચાલે ?

 
Ans.

બીનખેતીની પરવાનગી મેળવવા માટેની અરજી જમીનનો કાયદેસરનો ધારણ કરનારq ખાતેદાર(OCCUPANT) જ કરી શકે. કબજેદાર એક થી વધુ હોય તો તમામ કબજેદારે સંયુકત સહીથી અરજી કરવાની રહે છે.



 
Q.

કબજેદારો વિદેશમાં વસવાટ કરતા હોય તેવા કિસ્‍સામાં પણ તેઓની સહીથી અરજી કરવી ફરજીયાત છે ?

 
Ans.

હા,

વિદેશમાં વસવાટ કરતા કબજેદારોની સહી વાળી અરજી તથા વિદેશથી નોટરી રૂબરૂ કરેલ સોગંદનામુ / પાવરનામુ અત્રે મેળવી તેના ઉપર જિલ્‍લા તિજોરી અધિકારીશ્રી, સુરતની કચેરીમાં રૂ।. ૧૦૦/-નો એધેસિવ સ્ટેમ્પ લગાડી, સબ રજીસ્ટ્રાર કચેરીમાં રજીસ્‍ટ્રેશન કરાવી નિયત નમુનાની અરજીમાં માહિતી ભરી, ચેકલીસ્‍ટ મુજબના જરૂરી દસ્‍તાવેજો/પુરાવા સહ અરજી કરવાની રહે છે.

         આ પ્રકિયા પાછળનો સરકારશ્રીનો હેતુ લોક હિતની રક્ષા કરવી, વહીવટી પારદર્શિતા જાળવવી તથા જમીનના ગેરકાયદેસર વેચાણ, ઉચાપત અથવા ખોટા પાવરનામા આધારે થતા વ્‍યવહાર અટકાવી મોટા પાયે ઉભી થતી લોક ફરિયાદો નિવારવાનો છે.



 
Q.

મારી સુરત મહાનગરપાલિકામાં આવેલ ખેતીની જમીન અંગે બીનખેતી પરવાનગી મેળવવા માટે કેટલો કર ભરવો પડતો હોય છે ?

 
Ans.

સુરત મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ખેતીની જમીન બીનખેતીમાં તબદીલ કરાવવા વિશેષધારો (૧) રહેઠાણ અને ધર્માદા શખાવતી અને શૈક્ષણિક હેતુ માટે રૂા.૦-રપ પૈસા (ર) કોર્મશીયલ તથા અન્‍ય ઉપયોગ માટે રૂા.૦-૬૦ પૈસા તથા (૩) ખાણ,ઈંટ પેદાશ અને અન્‍ય ઈન્‍ડ્રસ્‍ટીયલ ઉપયોગ માટે રૂા.૦-૪૦ પૈસા પ્રતિ ચો.મી.એ ભરવાનો થાય છે.તથા રૂપાંતર કર (૧) રહેઠાણ અને ધર્માદા શખાવતી અને શૈક્ષણિક હેતુ માટે રૂા.૧૦-૦૦ પૈસા (ર) કોર્મશીયલ તથા અન્‍ય ઉપયોગ માટે રૂા.૩૦-૦૦ પૈસા તથા (૩) ખાણ,ઈંટ પેદાશ અને અન્‍ય ઈન્‍ડ્રસ્‍ટીયલ ઉપયોગ માટે રૂા.૩૦-૦૦ પૈસા પ્રતિ ચો.મી.એ ભરવાનો થાય છે.



 
Q.

મારી સુરત શહેરી વિકાસ સત્‍તા મંડળ (સુડા) માં આવેલ ખેતીની જમીન અંગે બીનખેતી પરવાનગી મેળવવા માટે કેટલો કર ભરવો પડતો હોય છે ?

 
Ans.

સુરત મહાનગરપાલિકા વિસ્‍તારમાં આવેલ ખેતીની જમીન બીનખેતીમાં તબદીલ કરાવવા વિશેષધારો (૧) રહેઠાણ અને ધર્માદા શખાવતી અને શૈક્ષણિક હેતુ માટે રૂા.૦-રપ પૈસા (ર) કોર્મશીયલ તથા અન્‍ય ઉપયોગ માટે રૂા.૦-૬૦ પૈસા તથા (૩) ખાણ,ઈંટ પેદાશ અને અન્‍ય ઈન્‍ડ્રસ્‍ટીયલ ઉપયોગ માટે રૂા.૦-૪૦ પૈસા પ્રતિ ચો.મી.એ ભરવાનો થાય છે.તથા રૂપાંતર કર (૧) રહેઠાણ અને ધર્માદા શખાવતી અને શૈક્ષણિક હેતુ માટે રૂા.ર-૦૦ પૈસા (ર) કોર્મશીયલ તથા અન્‍ય ઉપયોગ માટે રૂા.૬-૦૦ પૈસા તથા (૩) ખાણ,ઈંટ પેદાશ અને અન્‍ય ઈન્‍ડ્રસ્‍ટીયલ ઉપયોગ માટે રૂા.૬-૦૦ પૈસા પ્રતિ ચો.મી.એ ભરવાનો થાય છે



 
Q.

બીનખેતી પરવાનગી અંગે ભરવા પડતા વિવિધ કરની ચુકવણી કયાં કરવાની હોય છે ?

 
Ans.

વિશેષધારો/લોકલ ફંડ/શિક્ષણ ઉપકરની રકમ સબંધિત વિસ્‍તારના તલાટી પાસે ભરવાની થાય છે.

રૂપાંતરકર/માપણી ફી ની રકમ સામાન્‍ય રીતે સ્‍ટેટ બેંક ઓફ ઈન્‍ડીયા,નાનપુરા બ્રાંચ સુરત ખાતે ભરપાઈ કરવાની થાય છે.તથા સીટી સર્વે વિસ્‍તાર પુરતી માપણી ફીની રકમ સીટી સર્વેની કચેરીમાં ભરપાઈ કરવાની થાય છે.



 
Q.

હુ ડેવલોપર છુ મારે પ્રોજેકટમાં થતો વિલંબ નિવારી તાત્‍કાલિક,ઝડપી બીનખેતીની પરવાનગી મેળવવી હોય તો તે શકય છે ?

 
Ans.

ખેતીની ખુલ્‍લી જમીન અંગે જમીન મહેસુલ સંહિતાની કલમ-૬પ હેઠળ તત્‍કાલ એન.એ. યોજના અંતર્ગત અરજદારશ્રીએ સબંધિત શાખા/કચેરીના અભિપ્રાય પરભારે મેળવી કલેકટર કચેરીની ચીટનીશ શાખામાં અરજી કરવાની રહે છે.



 
Q.

શું નવીશરતની જમીન બીનખેતીમાં તબદીલ કરવા પરવાનગી મેળવી શકાય ?

 
Ans.

ના- નવીશરતની જમીન અંગે સરકારશ્રી દ્વારા નિયત થયેલ પ્રિમીયમની રકમ ભરપાઈ કર્યા બાદ સક્ષમ સત્‍તાધિશ દ્વારા હેતુ ફેરનો હુકમ થયા બાદ જ જમીન બીનખેતીમાં તબદીલ કરાવી શકાય.



 
Q.

મારી જમીન અગાઉ રહેઠાણ હેતુ માટે બીનખેતી થયેલ છે. તેને અન્‍ય હેતુમાટે રીવાઈઝડ/ હેતુફેરની બિનખેતીની પરવાનગી મેળવવા શું કાર્યવાહી કરવી પડે ?

 
Ans.

જમીન મહેસુલ સંહિતાની કલમ-૬પ/એ  (હેતુફેર) તથા કલમ-૬૭ હેઠળ (શરતભંગ) રીવાઈઝડ/હેતુફેરની પરવાનગી મેળવવા બીનખેતી શાખામાં અરજી કરવાની રહે છે



 
Q.

મારી જમીન અગાઉ બીનખેતી કરાવી ત્‍યારે નિયત થયેલ કર ભરપાઈ કરેલ હોવા છતાં રીવાઈઝડ/હેતુફેરની બિનખેતીની પરવાનગી મેળવવા પુનઃ કર ભરવો પડે ?

 
Ans.

અગાઉ જે તે હેતુ માટે ભરપાઈ કરેલ રૂપાંતર કરની રકમ બાદ કરી અન્‍ય હેતુ માટે રૂપાંતર કરની તફાવતની રકમ ભરવાની થતી હોય તો તે તથા જે તે હેતુ માટે થતી વિશેષધારાની રકમ ભરપાઈ કરવાની થાય.



 
Q.

એકવાર બીનખેતી થયેલ જમીન અંગે નિયત થયેલ કર ભરપાઈ કરેલ હોવા છતાં રીવાઈઝડ/હેતુફેરની બિનખેતીની પરવાનગી મેળવવા પુનઃ કર ભરવો પડે ?

 
Ans.

તફાવતની રકમ ભરવાની થતી હોય તો તે તથા જે તે હેતુ માટે થતી વિશેષધારાની રકમ ભરપાઈ કરવાની થાય.



 
Q.

મારી કંપનીને ઔદ્યોગિક હેતુ માટે જમીન બિનખેતી કરાવવી છે તો શું કાર્યવાહી કરવી પડે ?

 
Ans.

જમીન મહેસુલ સંહિતાની કલમ-૬પ-ખ હેઠળ સુરત જિલ્‍લામાં બીનખેતી પરવાનગી આપવાના અધિકારો કલેકટરને છે. જેથી આવો ઉપયોગ શરૂ કર્યાની તારીખથી ૩૦ દિવસમાં નિયત નમુનાના ફોર્મ-એમ માં બીનખેતી શાખાને અરજી કરવાની રહે છે.



 
Q.

બીનખેતી પરવાનગી મેળવવા અરજી કર્યા બાદ કેટલા દિવસમાં પરવાનગી મળ્‍યા અંગે / નિર્ણય થયા અંગેની જાણ કરવામાં આવે છે.

 
Ans.

જમીન મહેસુલ સંહિતાની કલમ-૬પ હેઠળ બીનખેતી પરવાનગી આપવાની વૈદ્યાનિક સમયમર્યાદા મહત્‍તમ ૩(ત્રણ) માસની નકકી કરવામાં આવેલ છે.

(ક) રહેણાંક- વધુમાં વધુ સમયમર્યાદા ૩૦ દિવસ (ખ) અન્‍ય હેતુ- વધુમાં વધુ સમયમર્યાદા ૪પ દિવસ