Sr No. Department  
Q.

મારે ગામ નમૂના નં. ૭x૧૨,૮(અ)ખાતાનો ઉતારો,નં.૬ હક્કપત્રકની પ્રમાણિત નકલની જરૂર છે,તે મને ક્યાંથી મળશે ?

 
Ans.

ગામ નમૂના નં. ૭x૧૨,૮(અ)ખાતાનો ઉતારો,નં.૬ હક્કપત્રકની પ્રમાણિત નકલ મેળવવા તાલુકા મથકે મામલતદાર કચેરી સુધી જવાની જરૂર નથી. હવે ગામેથી ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી પણ કોમ્પ્યુટરાઇઝડ ૭x૧૨,૮(અ)ખાતાનો ઉતારો,નં.૬ હક્કપત્રકની પ્રમાણિત નકલ તુર્તજ મળી શકે છે.    



 
Q.

ગામ નમૂના નં. ૭x૧૨,૮(અ)ખાતાનો ઉતારો,નં.૬ હક્કપત્રકની પ્રમાણિત નકલ માટે કેટલી નકલ ફી ચૂકવવાની રહે છે ?અને આ નકલ ફી પાનાં દીઠ છે કે નકલ દીઠ છે ?

 
Ans.

ગામ નમૂના નં. ૭x૧૨ની કે,  ૮(અ)ખાતાનો ઉતારાની કે,નં.૬ હક્કપત્રકની પ્રમાણિત નકલ માટે પ્રતિ એક નકલ દીઠ રૂપિયા ૫/- (પાંચ) નકલ ફી સરકારશ્રીએ નક્કી કરી છે તે ચૂકવવાની રહે છે. પાનાં દીઠ નકલ ફી ચૂકવવાની નથી.

Click here to Download

 
Q.

હું ગુજરાત રાજ્યના અન્ય જિલ્લાનો વતની છુ. મારા વતનના જીલ્લામાં જમીન ધરાવું છું. મારે ગામ નમૂના નં. ૭x૧૨ની કે,  ૮(અ)ખાતાનો ઉતારાની પ્રમાણિત નકલ લેવા વતનમાં જવું પડશે ? 

 
Ans.

ના, હવે ગુજરાત રાજ્યના કોઇપણ ગામના ઇ-ગ્રામ સેન્ટર ખાતેથી કોઇપણ ગામની જમીનની ગામ નમૂના નં. ૭x૧૨ની કે,  ૮(અ)ખાતાનો ઉતારાની પ્રમાણિત નકલ મળી શકે છે.

Click here to Download

 
Q.

હું ખેડૂત ખાતેદાર છું,મારી ખેતીની જમીન કોઈ હડપ ન કરે તે માટે મારે શી સાવચેતી/કાળજી રાખવી જોઈએ ?

 
Ans.

આ માટે સરકારશ્રીએ ઇ-જમીન પ્રોજેકટ અમલમાં મુકેલ છે. આ યોજના અંતર્ગત ખેડૂત ખાતેદારોએ તાલુકા મથકે મામલતદાર કચેરીએ રૂબરૂ જઈ પોતાની ઓળખના અને પોતાના રહેઠાણનાં નિયત કરેલ અધિકૃત પ્રમાણિત પુરાવાઓ રજૂ કરી,નિયત કરેલું ફોર્મ ભરી,કોમ્પ્યુટરાઇઝડ ફોટો કેપ્ચરીંગ અને પોતાના બંને હાથના આંગળા અને અંગૂઠાની છાપ કેપ્ચરીંગ કરાવવાની છે. 



 
Q.

હું ખેડૂત ખાતેદાર છું. સીઝનવાર ઉગાડેલ પાકની નોંધણી ગામ નમૂના નં.૧૨ માં કરાવવાની છે, અને તેની નકલ જોઈએ છે,મારે શું કરવું ?

 
Ans.

આ માટે તમારા ગામના તલાટી કમ મંત્રીનો સંપર્ક કરશો.ગામ નમૂના નં. ૧૨ની વર્ષવાર,મૌસમવાર નિયત થયેલ ગામો માટે ડેટાએન્ટ્રી ઇ-ગ્રામ સેન્ટરમાંથી સબંધિત ગામના તલાટી કમ મંત્રીએ કરવાની છે.



 
Q.

હું વિદેશમાં વસવાટ કરું છુ અને મારી જમીન ગુજરાત રાજયમાં આવેલી છે. મને ઇન્ટરનેટના માધ્યમથી મારી જમીનની વિગત જાણવા મળશે ?

 
Ans.

હા,  હવે ગુજરાત સરકારશ્રીએ સમગ્ર ગુજરાત રાજ્યની જમીનોની વિગત ઇન્ટરનેટ ઉપર પ્રસિદ્ધ કરી છે. તમારી જમીનની વિગત જેવી કે (૧) સર્વે નંબરની વિગત (૨) ખાતાની વિગત તથા (૩) ફેરફાર નોંધની સ્થિતિ આ  વેબ સાઇટ  http://anyror.gujarat.gov.in/Info712Page.aspx ઉપરથી જાણવા મળશે.