Sr No. Department  
Q.

ગેસ કનેક્શન મેળવવા માટે કયા પુરાવાની જરૂર છે ?

 
Ans.

(૧) રેશનકાર્ડ (૨) વીજળીબીલ  (૩) ટેલિફોનબીલ (૪) વેરાબીલ (૫) ડ્રાઇવીંગ લાયસન્સ   (૬) ચુંટણી ઓળખકાર્ડ (૭) ઓળખકાર્ડ  (૮) પાસપોર્ટ   (૯) હાઉસીંગ સોસાયટીના પ્રમાણપત્ર...........  ઉપર મુજબના પુરાવામાંથી એક પુરાવો આપવાનો છે.



 
Q.

રાંધણગેસનો ઉપયોગ ક્યાં-ક્યાં કરવાપાત્ર છે ?

 
Ans.

રાંધણગેસનો ઉપયોગ માત્ર ઘર વપરાશ, રસોઇ બનાવવા પુરતો જ છે.



 
Q.

રાંધણગેસનો ઉપયોગ ધંધાકીય હેતુ માટે કરી શકાય ?

 
Ans.

રાંધણગેસમાં સરકારશ્રી દ્વારા સબસીડી આપવામાં આવતી હોવાથી રાંધણગેસનો ઉપયોગ થાય તો સદર ગેસ સીલીન્ડર જપ્ત થવાને પાત્ર છે અને દંડને પાત્ર છે.



 
Q.

રાંધણગેસની હોમ ડીલીવરી વિતરક દ્વારા કરવાની છે કે ગોડાઉનમાંથી મેળવવાની છે ?

 
Ans.

હા,ગેસ એજન્સી દ્વારા ગ્રાહકોને હોમ ડીલીવરી કરવાની ફરજિયાત છે.



 
Q.

રાંધણગેસમાં કેટલો ગેસ આવે છે ? તેની ખાત્રી કઇ રીતે થઇ શકે ?

 
Ans.

રાંધણગેસના સીલીન્ડરમાં ૧૪.૨ કિ.ગ્રા. ગેસ આવે છે. ડીલીવરી કરનાર વ્યક્તિએ વજનકાંટો ડાયલ ટાઇપ વે સ્કેલ સાથે રાખવાનો રહે છે. જેની મદદથી ગેસના જથ્થા અંગે ચોક્સાઇ કરી શકાય છે.



 
Q.

મારી પાસે ગેસ કનેક્શન છે ત્યારબાદ હવે મારે પાઇપલાઇન ગેસ કનેક્શન મળેલ છે તો શું કરવું ?

 
Ans.

ગેસ સીલીન્ડર અંગેનું કનેક્શન જે-તે કંપનીને જમા કરાવવાનું રહેશે.



 
Q.

એક બોટલ ધરાવતાં તથા બે બોટલ ધરાવતાં ગ્રાહકે કેટલા દિવસમાં બુકીંગ કરાવી શકશે ?

 
Ans.

એક બોટલ ધરાવતાં તથા બે બોટલ ધરાવતાં ગ્રાહકને અગાઉની ડીલીવરી પછી ૨૧ દિવસ પછી બુકીંગ કરાવી શકશે.



 
Q.

ચા, લારી, ફરસાણ, નાસ્તાગૃહ અને રેસ્ટોરન્ટમાં ઘર વપરાશના બોટલનો ઉપયોગ કરવાથી શું થાય ?

 
Ans.

આવા ઉપયોગ કોમર્શીયલ ઉપયોગ હોય તે બોટલ જપ્ત થવાપાત્ર છે તથા દંડને પાત્ર છે.



 
Q.

ગેસ એજન્સી સામે ફરીયાદ કરવી હોય તો કઇ જગ્યાએ કરીએ શકાય ?

 
Ans.

જે-તે પુરવઠાની ઝોનલ કચેરી, મામલતદાર કચેરી, જિલ્લા પુરવઠા અધિકારીની કચેરી ખાતે કરી શકાય.



 
Q.

ચા-નાસ્તા, ફરસાણ માટે હોટલમાં કયા બાટલાનો ઉપયોગ કરી શકાય ?

 
Ans.

તે માટે કોમર્શીયલ સીલીન્ડર ( ૧૯ કિ.ગ્રા. ) નો ઉપયોગ કરવાનો રહેશે.      



 
Q.

વર્ષ દરમ્યાન કેટલા ગેસ સીલીન્ડર મળી શકે ?

 
Ans.

વર્ષ દરમ્યાન સબસીડીવાળા ૯ ગેસ સીલીન્ડર મળી શકે.



 
Q.

એક સીલીન્ડરનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ બીજા સીલીન્ડરનું રજીસ્ટ્રેશન કેટલા સમય બાદ કરી શકાય ?

 
Ans.

એક સીલીન્ડરનું રજીસ્ટ્રેશન કરાવ્યા બાદ બીજા સીલીન્ડરનું રજીસ્ટ્રેશન ૨૧ દિવસ પછી કરાવી શકાય છે.