Sr No. Department  
Q.

મારે પેટ્રોલપંપ શરૂ કરવા પરવાનો મેળવવા શું કાર્યવાહી કરવાની રહે છે ?

 
Ans.

ભારત સરકાર સંચાલિત ઇન્ડીયન ઓઇલ કોર્પોરેશન (I.O.C) / ભારત પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(B.P.C.L)/ હિન્દુસ્તાન પેટ્રોલિયમ કોર્પોરેશન લિ.(H.P.C.L.) કંપની દ્વારા ભૌગોલિક એરીયા વસ્તી , પેટ્રોલપંપની  સંખ્યા વિગેરે પરિબળો ધ્યાને લઇ સંબંધિત વિસ્તારમાં પેટ્રોલપંપ શરૂ કરવા ડીલરશીપ ફાળવવા અરજી મંગાવવામાં આવે છે.

સૌ પ્રથમ ઓઇલ કંપની પાસે ડીલરશીપ મેળવવી જરૂરી છે.

કંપની પાસેથી (L.O.I.- લેટર ઓફ ઇન્ડેન્ટ)મળ્યા બાદ ધી ગુજરાત આવશ્યક ચીજવસ્તુઓ (પરવાના નિયંત્રણ અને જથ્થા જાહેરાત) આદેશ ૧૯૮૧ હેઠળ ઠરાવેલ નમૂના-ક માં અરજી કરવાની રહેશે.

Click here to Download

 
Q.

અરજી સાથે કયા પુરાવા જોડવાના રહેશે ?

 
Ans.
  1. કંપની તરફથી મંજુર થયેલ ડીલરશીપના પત્રની નકલ.
  2. જે જમીનમાં પેટ્રોલપંપ શરૂ કરવામાં આવનાર છે તે જમીનના વપરાશ અંગે જમીન મહેસુલ કાયદાની કલમ-૬૫ હેઠળ સક્ષમ અધિકારી પાસે મેળવેલ બિનખેતીના મંજુરીના હુકમની નકલ.
  3. ગ્રામ્ય વિસ્તાર માટે જીલ્લા મેજીસ્ટ્રેટ સુરત (મેજીસ્ટ્રેટ શાખા સુરત) તથા શહેરી વિસ્તાર માટે પોલીસ કમિશ્નરશ્રી સુરત શહેર તરફથી પેટ્રોલિયમ સ્ટોરેજ અંગે નવાંધા પ્રમાણપત્ર (N.O.C).
  4. ડીપાર્ટમેન્ટ ઓફ એક્ષપ્લોઝીવ નાગપુર તરફથી મેળવેલ એક્ષપ્લોઝીવ લાઇસન્સની નકલ.
  5. સંબંધિત પોલીસ સ્ટેશન તરફથી ચારિત્ર અંગેનું પ્રમાણપત્ર.
  6. નાણાકીય સધ્ધરતાના પુરાવા અન્વયે બેંક પાસબુકની નકલ.
  7. ઓળખ અંગેના બે પુરાવા.
  8. જમીનની માલિકીના પુરવા જો જમીન લીઝ/ભાડે રાખેલ હોય તો લીઝ ડીડની નકલ રજુ કરવી.
  9. સુડા વિસ્તાર હોય તો સુડા તરફથી મેળવેલ વિકાસ પરવાનગીની નકલ.


 
Q.

મારે હયાત પેટ્રોલપંપના પરવાનામાંથી ભાગીદારનું નામ કમી કરાવવા શું કાર્યવાહી કરવી પડે ?

 
Ans.

સંબંધિત ઓઇલ કંપની તરફથી ભાગીદારનું નામ કમી કરવા મળેલ મંજુરી તથા તે આધારે કંપની સાથે હયાત ભાગીદારોએ કરેલ નવા એગ્રીમેન્ટની નકલ સાથે કલેક્ટરશ્રીને અરજી કરવાની રહેશે.



 
Q.

મારે પેટ્રોલપંપ ઉપરથી અપાતાં પેટ્રોલ કે ડીઝલના જથ્થા અથવા ગુણવત્તા અન્વયે ફરીયાદ હોય તો શું કાર્યવાહી કરવી ?

 
Ans.

ડીઝલ અથવા પેટ્રોલના જથ્થા અંગે ફરીયાદ હોય તો મદદનીશ નિયંત્રક, કાનૂની માપ, મામલતદાર અથવા જિલ્લા પુરવઠા અધિકારીને ફરીયાદ કરી શકો છો.

પેટ્રોલ અને ડીઝલની ગુણવત્તા માટે જે-તે ડીલર પાસે લિટમસ પેપર હોય છે તેના ઉપયોગથી તેમજ ગ્રેવીટી મીટરનો ઉપયોગ કરીને પેટ્રોલ અને ડીઝલની ઘનતા માપી શકાય છે. જેમાં નક્કી કરેલા ધોરણો કરતાં વધારે તફાવત આવે તો પેટ્રોલ કે ડીઝલની ગુણવત્તા ખામીયુક્ત છે તેમ કહી શકાય છે.