Sr No. Department  
Q.

કલમ-૬૩એએ હેઠળની પ્રમાણિક ઔધોગિક હેતુ માટે મંજુરી અંગે કોણ અરજી કરી શકે? 

 
Ans.

અરજદાર કંપની/ ભાગીદારી પેઢી/ સંસ્‍થા કે વ્‍યકિત જરૂરી આધારો સાથે પ્રમાણિક ઔધોગિક હેતુ માટે કલમ-૬૩એએ હેઠળ જમીનની માંગણી કરી શકે છે.



 
Q.

ખરીદનારે કલમ-૬૩એએ હેઠળ પ્રમાણપત્ર મેળવવા અરજી સાથે કયા આધાર રજુ કરવા જરૂરી છે?

 
Ans.

ખરીદનારે કલમ-૬૩એએ હેઠળ Bonafied Industrial Useનિયતનમૂનામાં અરજી સાથે

(૧) લેટેસ્‍ટ ૭/૧૨ની તથા ગામ નમૂના નં.૬ની સહી સીકકવાળી નકલ.

(ર) કંપની/ ભાગીદારી પેઢી/ સંસ્‍થાના સ્‍ટેટસ અંગેના આધાર રજુ કરવા.

(૩) જમીન ખરીદ કર્યાના ૩૦ દિવસમાં કલેકટરશ્રી/ મામલતદારશ્રીને જાણ કર્યાના આધાર

(૪) માંગણીવાળી જમીન અંગે ગણોતધારા, ટોચ મર્યાદા કે અન્‍ય કોઈ કાયદા સબંધે કોર્ટમાં કેસ પેન્‍ડીંગ છે કે કેમ? તે અંગેનું સોગંદનામું રજુ કરવુ.

(પ) માંગણવાળી જમીનનું કુલ ક્ષેત્રફળ તે પૈકી કેટલા ચો.મી.માં બાંધકામ કરવા માંગે છે તેની સ્‍પષ્‍ટતા સહ સ્‍થળસ્‍થિતિ દર્શાવતો અલગ રંગથી દર્શાવતો નકશો.

(૬) જે તે ઔધોગિક હેતુ સબંધેનો પ્રોજેકટ રીપોર્ટ.

(૭) જે તે ઉદ્યોગ શરૂ કરવા માટેનો નાણાંકીય આયોજન/ વ્‍યવસ્‍થા.

(૮) જે તે ઉદ્યોગ શરૂ કરવા માટે લગત ખાતાઓની મંજુરી/ કલીયરન્‍સ.

(૯) માંગણીવાળી જમીનના દસ્‍તાવેજ નંબરની નોંધણી થયા તારીખ.



 
Q.

ગ.ઘા.કલમ-૬૩એએ હેઠળની માંગણીવાળી જમીન ગણોતધારાની કલમ-૪૩મુજબ નવી અને અવિભાજય શરતની હોય તો શું?

 
Ans.

ખરીદનારે માંગણીવાળી જમીન ગણોતધારાની કલમ-૪૩હેઠળની હોય તો કલમ-૪૩હેઠળ હેતુફેર માટે નિયતનમૂનામાં તથા જરૂરી આધાર પુરાવા સાથે કલમ-૬૩એએ મુજબ પ્રમાણપત્ર માટે માંગણી કરી શકે છે. 



 
Q.

ઔધોગિક હેતુ માટે જમીન ખરીદ કર્યા પછી કાયદાનુસાર કોને કોને આવી ખરીદી અંગેની વિધિવત જાણ કરવાની થાય છે?

 
Ans.

પ્રમાણિક ઔધોગિક હેતુ માટે જમીન ખરીદ કર્યા બાદ જમીન ખરીદી અંગે ઠરાવેલ નમૂનામાં જરૂરી પુરાવા સહ કલેકટરશ્રીને દિન-૩૦માં જાણ કરવી જરૂરી છે. તથા એક(૧)નકલ સબંધિત મામલતદારશ્રીને આપવી જરૂરી છે.



 
Q.

કલેકટરશ્રીને સમયમર્યાદામાં જાણ કરવામાં ચૂક થાય તો શું?

 
Ans.

કલેકટરશ્રીને દિન-૩૦માં જાણ કરવામાં ચૂક થાય તો કલેકટરશ્રીએ તે વ્‍યકિત પાસે આવી જમીન માટે વધારાના એન.એ.એસસમેન્‍ટ રકમ નિયમો આધારે નકકી કરેલ દંડ તથા રૂા.૨૦૦૦/-બંને વસુલ કરવાપાત્ર થાય છે. 



 
Q.

માંગણીવાળી જમીન કયાં વિસ્‍તારમાં આવેલ હોય તો કલમ-૬૩એએ હેઠળની મંજુરી મળવાપાત્ર નથી?

 
Ans.

માંગણીવાળી જમીન યુ.એલ.સી. વિસ્‍તારમાં આવેલ હોય તોકલમ-૬૩એએ હેઠળની મંજુરી મળવાપાત્ર નથી.



 
Q.

માંગણવાળી જમીન અંગે ઉદ્યોગ કમિશ્‍નરશ્રી, ગાંધીનગરની પરવાનગી જરૂરી છે?

 
Ans.

માંગણીવાળી જમીનનો વિસ્‍તાર જો ૧૦ હેકટર કરતાં વધારે હોય તો આવી જમીન વેચાણ રાખતાં પહેલા ઉદ્યોગ કમિશ્‍નરશ્રી, ગાંધીનગરનું ન વાંધા પ્રમાણપત્ર મેળવી સામેલ રાખવું જરૂરી છે.



 
Q.

કલમ-૬૩એએ હેઠળની માંગણી સાથે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર કયારે જરૂરી છે?

 
Ans.

માંગણીવાળી જમીનમાં પોલ્‍યુશન કંટ્રોલ એંગલથી બાંધકામ સાથે ખુલ્‍લી રાખવાપાત્ર જમીનની જરૂરીયાત નિયત ધોરણથી વધુ હોય તો તે સબંધે પોલ્‍યુશન કંટ્રોલ બોર્ડનું પ્રમાણપત્ર રજુ કરવું જરૂરી છે. 



 
Q.

ગ.ધા.કલમ-૬૩એએ ની  મંજુરી કેટલી જમીન માટે  મળી શકે?

 
Ans.

જે તે પ્રમાણિક ઔધોગિક હેતુ માટે કરવા ધારેલ બાંધકામનાં ચાર ગણાથી વધુ જમીન ખુલ્‍લી રહેવી ન જોઇએ તે પ્રમાણે થતી જમીન માટે ગ.ધા.કલમ-૬૩એએ માટેની મંજુરી આપવા વિચારણા થઈ શકે.



 
Q.

કલમ-૬૩એએ હેઠળ પ્રમાણપત્ર મેળવ્‍યા બાદ ખરીદનારે કેટલા સમયમાં ઉત્‍પાદન શરૂ કરવાનું રહેશે?

 
Ans.

ખરીદનારે કલમ-૬૩એએના પ્રમાણપત્ર મળ્‍યાની તારીખથી ત્રણ(૩)વર્ષની સમયમર્યાદામાં આવી જમીનનો જે તે પ્રમાણિક ઔધોગિક હેતુ માટે ઉપયોગ શરૂ કરી દેવાનો રહેશે. અને આવી મંજુરીથી પાંચ(પ) વર્ષમાં ઉત્‍પાદન શરૂ કરી દેવાનું રહેશે.



 
Q.

નિર્દિષ્‍ટ સમયમર્યાદામાં ઉત્‍પાદન શરૂ ન થાય તો શું કાર્યવાહી થાય?

 
Ans.

નિર્દિષ્‍ટ સમયમર્યાદામાં જમીનનો ઔધોગિક હેતુ માટે ઉપયોગ કરવામાં કે ઉત્‍પાદન શરૂ કરવામાં નિષ્‍ફળ ગયેથી તે સબંધે કલેકટરશ્રી ઘ્‍વારા જરૂરી ચકાસણી કરીને તથા ખરીદનારને રજુઆતની તક આપી ખરેખર તે વ્‍યકિત કોઈ વ્‍યાજબી કારણોસર નિષ્‍ફળ ગયેલ જણાય તો, જે તે જમીન કોઈપણ જાતના બોજા રહિત સરકાર હસ્‍તક દાખલ કરી શકે છે. 



 
Q.

કલેકટરશ્રી ઘ્‍વારા કલમ-૬૩એએ હેઠળનું પ્રમાણપત્ર આપવાની માંગણી નકારવામાં આવે તો માંગણીદાર પાસે શું વિકલ્‍પ રહે છે?

 
Ans.

જમીન ખરીદનાર ઘ્‍વારા કલેકટરશ્રીના નિર્ણય સામે રાજયસરકારમાં અપીલ થઈ શકે છે.