Sr No. Department  
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્‍સ માટે અરજી કોને કરવી ? 

 
Ans.

સબંઘિત નાયબ કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રીને નિયત અરજી કરી શકાય છે.

Click here to Download

 
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્‍સ રીન્‍યુઅલ માટે અરજી કોને કરવી ?

 
Ans.

સબંઘિત નાયબ કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રીને નિયત અરજી કરી શકાય છે.

Click here to Download

 
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્‍સની મુદત કયારે પુરી થાય છે ? અને કેટલા વર્ષે માટે રીન્‍યુઅલ થઇ શકે?

 
Ans.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્‍સની મુદત ૩૧ મી માર્ચએ પુરી થાય અને અને તે એક વર્ષ માટે રીન્‍યુઅલ કરવામાં આવે છે.



 
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્‍સ નિકાલ માટે સત્‍તા કોની છે ?

 
Ans.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્‍સ નિકાલ માટે સત્‍તા નાયબ કલેકટર અને સબડીવીઝનલ મેજીસ્‍ટ્રેટશ્રીને છે.



 
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્સની રીન્‍યુઅલ ફી કેટલી હોય છે ? 

 
Ans.

રૂ. ૧૦/- 



 
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર લાયસન્સ માટે આવેલ અરજીની નિકાલ માટેની સમયમર્યાદા કેટલી ઠરાવી છે?

 
Ans.

૧૫ દિવસ 



 
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડર ઘ્‍વારા વર્ષ દરમ્‍યાન રજીસ્‍ટરો કયાં જમા કરવાના હોય છે ?

 
Ans.

સબંઘિત મામલતદાર કચેરીમાં. 



 
Q.

સ્‍ટેમ્‍પ વેન્‍ડરના લાયસન્‍સ ઉપર ફોટો લગાવવો ફરજીયાત છે કે કેમ ? 

 
Ans.

હા, ફોટો ફરજીયાત લગાડવાનો હોય છે. 



 
Q.

લાયસન્‍સ ઉપર ફોટો ન હોય તો રીન્‍યુઅલ કરતા પહેલા સ્‍ટેમ્‍પ વેન્‍ડરનો તાજેતરનો ફોટો લાયસન્‍સ ઉપર લગાવી શકાય કે કેમ ?

 
Ans.

સક્ષમ અઘિકારીશ્રી ઘ્‍વારા પુરતી ચકાસણી કરાવી ફોટો લગાવી શકાય છે.